خَبِّرِي يَا نُسِيْمَةْ عَنْ مُغْرَم
જણાવ ઓ મંદ સમીર, એક પ્રેમી વિશે.
Gu
خَبِّرِي يَا نُسِيْمَةْ عَنْ مُغْرَمْ
شَجِي وَلْهَانْ عَاشِقِ الْأَنْوَارْ
હે મંદ સમીર! એક એવા પ્રેમીની વાત કહે
જે શોકમગ્ન, વ્યાકુળ અને દિવ્ય તેજનો આશિક છે
أَنْتِ عَنِّي اشْتَكِي لُهْ عَنْ حَالِي
طُولَ اللَّيَالِي سَهْرَانْ كَيْ أَرَى الْمُخْتَارْ
તું મારી તરફથી તેમને મારી સ્થિતિ જણાવ
કે મુખ્તારના દીદાર કાજે હું આખી રાત જાગરણ કરું છું
مَنْ يَلُمْنِي فِي غَرَامِي طَالَمَا عَاشِقْ جَمَالَكْ
كُنْ شَفِيعِي يَا تِهَامِي جُدْ تَعَطَّفْ بِنَوَالَكْ
મારા પ્રેમ બદલ ભલે કોઈ મને ઠપકો આપે, હું આપના સૌંદર્યનો આશિક છું
હે તિહામી! મારા શફી બનો અને આપની ઉદારતાથી કૃપા કરો
يَا مُحَمَّدْ يَا مُمَجَّدْ يَا مُؤَيَّدْ بِالْشَّفَاعَةْ
هَا أَنَا عِنْدَ بَابِك أَرْتَجِي الْأَنْظَارْ
હે મુહમ્મદ! હે પ્રશંસનીય! હે શફાઅત દ્વારા સમર્થિત!
હું આપના દ્વારે હાજર છું અને આપની દયાદ્રષ્ટિની આશા રાખું છું