مَا مَعِي وَجَهْ قَابِل بِهْ سِوَى حُسُنْ ظَنِّي
તારી સન્મુખ થવા માટે મારી પાસે તારા પ્રત્યેના મારા સદ્‌ભાવ સિવાય બીજું કંઈ નથી.
Gu
مَا مَعِي وَجَهْ قَابِل بِهْ سِوَى حُسُنْ ظَنِّي
فِيكْ يَا رَبِّ فَارْحَمْنِي وَلَا تَمْتَحِنِّي
તારી સન્મુખ આવવા માટે તારા પરની મારી નેક આશા સિવાય કંઈ નથી,
તેથી, ઓ મારા રબ, મારા પર રહેમ કર અને મને કસોટીમાં ન નાખ
تُبْتْ يَا رَبِّ فَاقْبَلْ تَوْبَتِي وَاعْفُ عَنِّي
وَامْحُ ذَنْبِي وَسَامِحْ كُلَّ تَقْصِيرْ مِنِّي
મેં તૌબા કરી છે, હે મારા રબ, તો મારી તૌબા કબૂલ કર અને મને ક્ષમા આપ,
મારા ગુનાઓ ભૂંસી નાખ અને મારી દરેક ઉણપને દરગુજર કર
خِفِتْ مِنْ عَاقِبَةْ أَمْرِي فَجُدْ لِي بِأَمْنِي
مَحِضْ فَضْلٍ وَإِحْسَانٍ وَجُودٍ وَمَنِّ
હું મારા અંજામથી ભયભીત છું, તેથી તારી કૃપાથી મને અભયદાન આપ,
માત્ર તારા ફઝલ, એહસાન, ઉદારતા અને કરમ વડે
آه مِنْ عَثْرَتِي يَا رَبِّ مِنْهَا أَقِلْنِي
زَادْ ذَنْبِي وَمِنْ كُثْرِ الْخَطَا حَارْ ذِهْنِي
આહ, હે મારા રબ, મારી ઠોકર પર મને સંભાળી લે,
મારા પાપ વધી ગયા છે અને ભૂલોની અધિકતાથી મારું મન મૂંઝાઈ ગયું છે
أَدْرِكْ أَدْرِكْ بِتَعْجِيلِ الْفَرَجْ وَانْتَقِدْنِي
وَاعْطِنِي عِلِمْ مِنْكَ يَا إِلَهِي لَدُنِّي
મારી મદદે આવ, મારી મદદે આવ, જલ્દી જ મુક્તિ આપ અને મને ઉગારી લે,
અને ઓ મારા ઈલાહી, મને તારા તરફથી વિશેષ જ્ઞાન (ઈલ્મે લદુન્ની) પ્રદાન કર
يَنْجَلِي بِهْ عَنِ الْقَلْبِ الْصَّدِى كُلَّ رَيْنِ
ياَ سَمِيعَ الْدُّعَاءْ سَلْكَ اسْتَجِبْ وَاسْتَمِعْنِي
જેનાથી હૃદયનો તમામ કાટ અને દરેક પડદો દૂર થઈ જાય,
હે પ્રાર્થના સાંભળનાર, મારી અરજ કબૂલ કર અને મને સાંભળ
مَا لِي إِلَّا أَنْتَ مُعْطِي
مَا لِي إِلَّا أَنْتَ مُغْنِي
તારા સિવાય મારું કોઈ નથી જે મને કંઈ અર્પણ કરે,
તારા સિવાય મારું કોઈ નથી જે મને સમૃદ્ધ કરે