صَفَتِ النَّظْرَهْ
દ્રષ્ટિ સ્પષ્ટ હતી
Gu
Gu
صَفَتِ النَّظْرَهْ طَابَتِ الْحَضْرَةْ
جَاءَتِ الْبُشْرَى لِأَهْل اللهِ
દ્રષ્ટિ નિર્મળ થઈ અને મજલિસ મધુર બની
અલ્લાહવાળાઓ માટે ખુશખબરી આવી છે
قَامُوْا سُكَارَى لِذِي الْبِشَارَه
جَعْلَوْا عِمَارَهْ شُكْراً لِلّهِ
ખુશખબરી સાંભળી તેઓ મસ્ત થઈ ઊભા થયા
અને અલ્લાહના શુક્રાનામાં ભક્તિની મહેફિલ સજાવી
أَيُّهَا الْحَاضِرْ اُذْكُرْ وَذَاكِرْ
إِيَّاكَ تُنْكِرْ حَالَ أَهْلِ اللهِ
ઓ હાજર રહેનાર! તું સ્મરણ કર અને યાદ અપાવ
અલ્લાહવાળાઓની દશાનો અસ્વીકાર કરવાથી બચજે
فَسَلِّمْ لَهُمْ فِيمَا عَرَاهُمْ
وَاعْلَمْ أَنَّهُمْ غَابُوْا فِي اللهِ
તેમની જે પણ સ્થિતિ હોય તેમાં તેમને સમર્પિત થઈ જા
અને જાણી લે કે તેઓ અલ્લાહમાં લીન થઈ ગયા છે
فَالْوَجْدُ بِهِمْ دَاعِيْ يَدْعِيْهِمْ
يَطْرَأْ عَلَيْهِمْ فِيْ ذِكْرِ اللهِ
કારણ કે વજદ (પરમાનંદ) એક આહ્વાન છે જે તેમને પોકારે છે
જે અલ્લાહના ઝિક્રમાં તેમના પર છવાઈ જાય છે
وَمَنْ لَمْ يَجِدْ فَلْيَتَوَاجَدْ
قَصْداً يَتَعَرَّضْ لِفَضْلِ اللهِ
અને જેને વજદ પ્રાપ્ત ન થાય, તે તેની કોશિશ કરે
ઇરાદાપૂર્વક પોતાની જાતને અલ્લાહની કૃપા માટે રજૂ કરે
هَكَذَا قَالُوْا وَلِذَا مَالَوْا
وَلَقَدْ غَالُوْا فِي ذِكْرِ اللهِ
તેઓ આવું જ બોલ્યા અને તેથી જ ઝૂમવા લાગ્યા
અને અલ્લાહના ઝિક્રમાં તેઓ મર્યાદાઓ ઓળંગી ગયા
حَتَّى قَدْ ظَنَّا مَنْ لَيْسَ مِنَّا
أَنَّا جُنِنَّا بِذِكْرِاللهِ
ત્યાં સુધી કે જેઓ આપણામાંના નથી તેમણે એવું માન્યું
કે અલ્લાહના ઝિક્રમાં આપણે પાગલ થઈ ગયા છીએ
هَنِيْئاً لَنَا ثُمَّ بُشْرَانَا
إِنْ كَانَ لَنَا حُمْقٌ فِي اللهِ
આપણા માટે ધન્યતા છે અને ખુશખબરી છે
જો આપણી આ "દીવાનગી" અલ્લાહના પ્રેમમાં હોય