سَكَنَ الْفُؤَادَ فَعِشْ هَنِيئاً يَا جَسَدْ
હૃદયમાં વસ્યો છે, તો હે દેહ, તું સુખેથી જીવ.
Gu
مَدَدْ مَدَدْ مَدَدْ مَدَدْ
مَدَدْ يَا رَسُولَ الله
મદદ, મદદ, મદદ, મદદ
મદદ, ઓ અલ્લાહના રસૂલ!
سَكَنَ الْفُؤَادَ فَعِشْ هَنِيئاً يَا جَسَدْ
هَذَا النَّعِيمُ هُوَ الْمُقِيمُ إِلَى الْأَبَدْ
હૃદયમાં પ્રિયતમ બિરાજ્યા છે, તો હે શરીર! તું સુખમાં રહે
આ એવો આનંદ છે જે સદાય માટે ટકી રહેશે
أَصْبَحْتُ فِي كَنَفِ الْحَبِيبِ وَمَنْ يَكُنْ
جَارَ الْحَبِيبِ فَعَيْشُهُ الْعَيْشُ الرَّغَدْ
તું પ્રિયતમના આશ્રય નીચે આવ્યો છે; અને જે કોઈ
પ્રિયતમના પડોશમાં વસે છે, તેનું જીવન અત્યંત સુખદાયક છે
عِشْ فِي أَمَانِ اللَّهِ تَحْتَ لِوَائِهِ
لَا خَوْفَ فِي هَذَا الْجَنَابِ وَلَا نَكَدْ
અલ્લાહના રક્ષણમાં, તેમના ધ્વજ નીચે સુરક્ષિત રહે
આ દરબારમાં ન તો કોઈ ભય છે અને ન કોઈ પીડા
لَوْ أَبْصَرَ الشَّيْطَانُ طَلْعَةَ نُورِهِ
فِي وَجْهِ آدَمَ كَانَ أَوَّلَ مَنْ سَجَدْ
જો શેતાને આદમ અલેહિસ્સલામના ચહેરા પર
તેમના નૂરની ઝલક જોઈ હોત, તો તે સૌપ્રથમ સિજદો કરનાર હોત
لَكِنَّ جَمَالَ اللَّهِ جَلَّ فَلَا يُرَى
إِلَّا بِتَخْصِيصٍ مِنَ اللَّهِ الصَّمَدْ
પરંતુ અલ્લાહનું સૌંદર્ય એટલું મહાન છે કે તે જોઈ શકાતું નથી
સિવાય કે અલ્લાહની વિશેષ કૃપા અને રહેમત દ્વારા