يَا قُبَّةَ الْخَضْرَا مَالِكْ
O Green Dome, How Captivating You Are
Gu
Gu
يَا قُبَّةَ الْخَضْرَا مَالِكْ
فَتَنْتِينَا بِجَمَالِكْ
હે લીલા ગુમ્બદ, તારામાં એવું તે શું છે,
કે તેં તારી સુંદરતાથી અમને મંત્રમુગ્ધ કર્યા છે?
قَالَتْ جَمَالِي بِمُحَمَّدْ
نَوَّرْ جَمِيعَ الْمَمَالِكْ
તેણે કહ્યું, "મારી સુંદરતા મુહમ્મદ (સ.અ.વ.) થી છે,
જેમણે તમામ સલ્તનતોને રોશન કરી દીધી છે."
حَوَيْتِ خَيْرَ الْبَرِيَّةْ
سَامِي الْعُلَا وَالْمَزَايَا
તેં સૃષ્ટિના સર્વોત્તમ નૂરને તારામાં સમાવી લીધું છે,
જેઓ અત્યંત ઉચ્ચ મરતબા અને ઉમદા ગુણો ધરાવે છે.
لَهُ تَسِيرُ الْمَطَايَا
مِنْ كُلِّ تِلْكَ الْمَمَالِكْ
તેમની તરફ સવારીઓ કૂચ કરી રહી છે,
તે તમામ વિભિન્ન પ્રદેશોમાંથી.
يَا قُبَّةَ الْخَضْرَا مَالِكْ
فَتَنْتِينَا بِجَمَالِكْ
હે લીલા ગુમ્બદ, તારામાં એવું તે શું છે,
કે તેં તારી સુંદરતાથી અમને મંત્રમુગ્ધ કર્યા છે?
قَالَتْ جَمَالِي بِمُحَمَّدْ
نَوَّرْ جَمِيعَ الْمَمَالِكْ
તેણે કહ્યું, "મારી સુંદરતા મુહમ્મદ (સ.અ.વ.) થી છે,
જેમણે તમામ સલ્તનતોને રોશન કરી દીધી છે."
لَاحَتْ عَلَيْنَا أَنْوَارُهْ
فَاضَتْ عَلَيْنَا أَسْرَارُهْ
તેમના નૂર અમારા પર ઝળહળી ઉઠ્યા છે,
અને તેમના રહસ્યો અમારા પર વરસી રહ્યા છે.
بُشْرَى لَكُمْ يَا زُوَّارُهْ
بَعْدَ أَدَاءِ الْمَنَاسِكْ
હે તેમના ઝાયરીન, તમને ખુશખબરી હો,
પવિત્ર ધાર્મિક વિધિઓ પૂર્ણ કર્યા પછી.
يَا قُبَّةَ الْخَضْرَا مَالِكْ
فَتَنْتِينَا بِجَمَالِكْ
હે લીલા ગુમ્બદ, તારામાં એવું તે શું છે,
કે તેં તારી સુંદરતાથી અમને મંત્રમુગ્ધ કર્યા છે?
قَالَتْ جَمَالِي بِمُحَمَّدْ
نَوَّرْ جَمِيعَ الْمَمَالِكْ
તેણે કહ્યું, "મારી સુંદરતા મુહમ્મદ (સ.અ.વ.) થી છે,
જેમણે તમામ સલ્તનતોને રોશન કરી દીધી છે."
يَا سَعْدَ مَنْ شَمَّ تُرَابَهْ
شَوْقاً وَقَبَّلْ أَعْتَابَهْ
કેટલો સૌભાગ્યશાળી છે તે જે ઝુરાપામાં તેમની ખાકને સુંઘે છે,
અને તેમના ઉંબરાને ચૂમે છે.
تَزُولُ عَنْهُ أَتْعَابُهْ
يَأْمَنْ جَمِيعَ الْمَهَالِكْ
તેના તમામ કષ્ટો તેનાથી દૂર થઈ જાય છે,
અને તે તમામ ભયસ્થાનોથી સુરક્ષિત રહે છે.
يَا قُبَّةَ الْخَضْرَا مَالِكْ
فَتَنْتِينَا بِجَمَالِكْ
હે લીલા ગુમ્બદ, તારામાં એવું તે શું છે,
કે તેં તારી સુંદરતાથી અમને મંત્રમુગ્ધ કર્યા છે?
قَالَتْ جَمَالِي بِمُحَمَّدْ
نَوَّرْ جَمِيعَ الْمَمَالِكْ
તેણે કહ્યું, "મારી સુંદરતા મુહમ્મદ (સ.અ.વ.) થી છે,
જેમણે તમામ સલ્તનતોને રોશન કરી દીધી છે."
صَلُّوا عَلَيْهِ يَا حُضَّارْ
وَالْآلِ وَالْصَّحْبِ الْأَخْيَارْ
હે હાજર રહેલા લોકો, તેમના પર દરૂદ મોકલો,
અને તેમના પરિવાર તથા શ્રેષ્ઠ સાથીઓ પર.
تَنْجُو غداً مِنْ عَذَابِ الْنَّارْ
وَتَرْبَحُوا عَفْوَ الْمَالِكْ
તમે આવતીકાલે જહન્નમની આગથી બચી જશો,
અને પરમ માલિકની ક્ષમા પ્રાપ્ત કરશો.