دَاوِينِي يَا نُورَ الْحَي
હે જીવંતના નૂર, મને સાજો કર.
Gu
دَاوِينِي يَا نُورَ الْحَي
دَاوِينِي وَانْظُرْ إِلَي
મને સાજા કરો, હે હૈય (જીવંત) ના નૂર!
મને સાજા કરો અને મારા પર કૃપા દ્રષ્ટિ કરો
دَاوِينِي دَاوِي
يَا نُورَ الْحَي
મને સાજા કરો, હા મને સાજા કરો
હે હૈય (જીવંત) ના નૂર!
يَا مُحَمَّدْ أَنْتَ الْمَحْبُوبْ
وَلِأَجْلِكْ نِلْنَا الْمَطْلُوبْ
હે મુહમ્મદ, આપ જ મહબૂબ (પ્રિય) છો
આપના જ લીધે અમે અમારો મકસદ પામ્યા
بِمَدْحِكْ تَشْتَاقُ الْقُلُوبْ
تُنْجِينَا بِيَوْمِ الْدِّينْ
આપની પ્રશંસાથી દિલોમાં તડપ જાગે છે
કયામતના દિવસે આપ જ અમારો ઉદ્ધાર કરશો
دَاوِينِي يَا نُورَ الْحَي
دَاوِينِي وَانْظُرْ إِلَي
મને સાજા કરો, હે હૈય (જીવંત) ના નૂર!
મને સાજા કરો અને મારા પર કૃપા દ્રષ્ટિ કરો
دَاوِينِي دَاوِي
يَا نُورَ الْحَي
મને સાજા કરો, હા મને સાજા કરો
હે હૈય (જીવંત) ના નૂર!
اَلْمَادِحْ بِمَدْحُ يَقُولْ
هَوَاهُ مَدْحُ الْرَّسُولْ
ગુણગાન ગાનાર પોતાની પ્રશંસામાં કહે છે:
તેની સાચી મહોબ્બત રસૂલની પ્રશંસા જ છે
لِأَجْلِهْ نِلْنَا الْقَبُولْ
شَفَاعَةْ بِيَوْمِ الْدِّينْ
આપના કારણે જ અમને સ્વીકૃતિ મળી
અને કયામતના દિવસે આપની શફાઅત મળશે
دَاوِينِي يَا نُورَ الْحَي
دَاوِينِي وَانْظُرْ إِلَي
મને સાજા કરો, હે હૈય (જીવંત) ના નૂર!
મને સાજા કરો અને મારા પર કૃપા દ્રષ્ટિ કરો
دَاوِينِي دَاوِي
يَا نُورَ الْحَي
મને સાજા કરો, હા મને સાજા કરો
હે હૈય (જીવંત) ના નૂર!
يَا مُحَمَّدْ أَنَا الْمَدَّاحْ
وَبِمَدْحِكْ قَلْبِي يَرْتَاحْ
હે મુહમ્મદ, હું આપનો ગુણગાન ગાનાર છું
અને આપની પ્રશંસાથી મારા દિલને શાંતિ મળે છે
أُهْدِيكَ مَسَا وَصَبَاحْ
صَلَاةً لِيَوْمِ الْدِّينْ
હું સવાર અને સાંજ આપને અર્પણ કરું છું
કયામતના દિવસ સુધીની સલાત (દુરૂદ)
دَاوِينِي يَا نُورَ الْحَي
دَاوِينِي وَانْظُرْ إِلَي
મને સાજા કરો, હે હૈય (જીવંત) ના નૂર!
મને સાજા કરો અને મારા પર કૃપા દ્રષ્ટિ કરો
دَاوِينِي دَاوِي
يَا نُورَ الْحَي
મને સાજા કરો, હા મને સાજા કરો
હે હૈય (જીવંત) ના નૂર!
يَا خَلَايِقْ صَلُّوا عَلَيْهْ
مَوْلَاكُمْ صَلَّى عَلَيْهْ
હે સૃષ્ટિના સર્વ જીવો, તેમના પર દરૂદ મોકલો
તમારા મૌલાએ પણ તેમના પર દરૂદ મોકલી છે
وَالْجِذْعُ حَنَّ إِلَيْهْ
مِنْ شُوْقُهْ أَنَّ أَنِينْ
અને ખજૂરનું થડ પણ આપના વિરહમાં તડપ્યું
અને તે અત્યંત શોકથી રડવા લાગ્યું
دَاوِينِي يَا نُورَ الْحَي
دَاوِينِي وَانْظُرْ إِلَي
મને સાજા કરો, હે હૈય (જીવંત) ના નૂર!
મને સાજા કરો અને મારા પર કૃપા દ્રષ્ટિ કરો
دَاوِينِي دَاوِي
يَا نُورَ الْحَي
મને સાજા કરો, હા મને સાજા કરો
હે હૈય (જીવંત) ના નૂર!
صَلَاةٌ عَلَى الْمُخْتَارْ
وَالْآلِ ثُمَّ الْأَنْصَارْ
મુખ્તાર (પસંદ કરેલા) પર સલાત હો
અને તેમના આલ (પરિવાર) તથા અન્સાર પર
وَالصَّحْبِ رَفِيقِ الْغَارْ
أُهْدِيهَا مَعَ النَّسْرِينْ
અને સહાબા તથા ગુફાના સાથી પર
હું સુગંધિત પુષ્પો સાથે આ ભેટ ધરું છું