أَنَا مَالِي فِيَّاشْ
મારે કશામાં શું?
Gu
اللَّهُمَّ صَلِّ عَلَى الْمُصْطَفَى
حَبِيبِنَا مُحَمَّد عَلَيْهِ السَّلَام
હે અલ્લાહ, તારા પસંદ કરેલા (મુસ્તફા) પર રહમત નાઝિલ કર
અમારા પ્રિય મુહમ્મદ, તેમના પર સલામ હોજો
أَنَا مَالِي فِيَّاشْ آشْ عَلَيَّا مِنِّي
نَقْلَقْ مِنْ رِزْقِي لَاشْ وَالْخَالِقْ يَرْزُقْنِي
મારા પર મારો શો અખત્યાર? હું મારા માટે શું કરી શકું?
હું મારા રિઝ્ક માટે શા માટે ચિંતિત થાઉં? જ્યારે મારો સર્જનહાર મને પોષે છે
أَنَا عَبْدُ رَبٍّ لَهُ قُدْرَةٌ
يَهُونُ بِهَا كُلُّ أَمْرٍ عَسِير
હું એવા રબનો બંદો છું જેની પાસે એવી કુદરત છે
જે કોઈ પણ મુશ્કેલ કાર્યને સરળ કરી દે છે
فَإِنْ كُنْتُ عَبْدًا ضَعِيفَ الْقُوَّةِ
فَرَبِّي عَلَى كُلِّ شَيْءٍ قَدِير
તો પછી ભલે હું શક્તિમાં નિર્બળ હોઉં, તેનાથી શું ફેર પડે?
કેમ કે મારો રબ દરેક વસ્તુ પર પૂર્ણ સામર્થ્ય ધરાવે છે
مِنِّي آشْ عَلَيَّ وَنَا عَبْدٌ مَمْلُوكْ
وَالْأَشْيَاءْ مَقْضِيَّا مَا فِي التَّحْقِيقْ شُكُوكْ
હું મારા માટે શું કરી શકું જ્યારે હું એક આધીન ગુલામ છું?
તમામ બાબતો તકદીરથી નક્કી છે, એમાં લેશમાત્ર શંકા નથી
الْمَدَد الْمَدَد أَيَا رَسُولَ الله
وَاسْقِينَا بِالْمَدَد أَيَا حَبِيبَ الله
મદદ કરો, મદદ કરો, ઓ અલ્લાહના રસૂલ ﷺ
અને તમારી મદદના જામથી અમને તૃપ્ત કરો, ઓ અલ્લાહના હબીબ ﷺ
رَبِّي نَاظِرْ فِيَّا وَنَا نَظَرِي مَتْرُوكْ
فِي الْأَرْحَامْ وَالْأَحْشَا مِنْ نُطْفَةٍ صَوَّرْنِي
મારો રબ મારા પર નજર રાખે છે, મારો પોતાનો દૃષ્ટિકોણ નિરર્થક છે
ગર્ભાશયો અને ઉદરમાં, એક બિંદુમાંથી તેણે મારો આકાર ઘડ્યો
يَقُولُ لِمَا شَاءَ كُنْ فَيَكُونُ وَيُبْدِعُ سُبْحَانَهُ وَيُعِيد
وَيَحْكُمُ فِي خَلْقِهِ مَا يَشَاءُ وَيَفْعَلُ فِي مُلْكِهِ مَا يُرِيد
તે જે ઈચ્છે તેને કહે છે "થઈ જા" અને તે થઈ જાય છે, તે જ સર્જનહાર છે અને તે જ ફરી લાવનાર છે
તે પોતાની સૃષ્ટિમાં જે ઈચ્છે તે હુકમ કરે છે અને પોતાના સામ્રાજ્યમાં જે ઈચ્છે તે કરે છે