يَا وَاهِبَ الْإِنْسَانِ أَسْبَابَ الْهُدَى
હે માનવને હિદાયતના સાધનો આપનાર
Gu
يَا وَاهِبَ الْإِنْسَانِ أَسْبَابَ الْهُدَى
يَا مَنْ بِحَمْدِ الْعَالَمِينَ تَفَرَّدَا
હે માનવને હિદાયતના સાધનો અર્પનાર,
હે તે જે અખિલ સૃષ્ટિની પ્રશંસા માટે અજોડ છે.
لِي عِنْدَ بَابِكَ يَا إِلَهِي دَعْوَةٌ
فِيهَا رَجَاءُ الْعُمْرِ جَاءَ مُجَسَّدَا
હે મારા ઈલાહ, તારા દ્વાર પર મારી એક અરજ છે,
જેમાં જીવનભરની આશા સાકાર થઈ છે.
أَنْتَ الَّذِي مَا خَابَ عِنْدَكَ سَائِلٌ
أَيَكُونُ بَابُكَ دُونَ سُؤْلِي مُؤْصَدَا
તું એ છે જેના દ્વારે કોઈ યાચક કદી નિરાશ નથી થયો,
શું તારો દરવાજો મારી વિનંતી માટે બંધ હોઈ શકે?
فَبِفَضْلِكَ اللَّهُمَّ عِشْتُ مُوَحِّدا
أَيُرَدُّ عِنْدَكَ مَنْ أَتَاكَ مُوَحِّدَا
હે અલ્લાહ, તારી કૃપાથી હું તારા એકત્વના સ્વીકાર સાથે જીવ્યો છું,
શું તારા દ્વારે તૌહીદ સાથે આવનારને પાછો કાઢી શકાય?
سُؤْلِي كَذَاتِكَ وَاحِدٌ فَبِحَقِّهَا
لَوْ لَحْظَةً دَعْنِي أُشَاهِدَ أَحْمَدَا
મારી અરજ તારી ઝાતની જેમ એક જ છે, તો તે એકતાના વાસ્તે,
મને માત્ર એક ક્ષણ માટે અહમદના દીદાર કરવા દે.