اَلـلَّـهُ يَـا اَلـلَّـه صَـلَّـى عَـلَـى الـزَّيْـن
અલ્લાહ યા અલ્લાહ, તે સુંદર પર રહેમત મોકલો.
Gu
اَلـلَّـهُ يَـا اَلـلَّـه
صَـلْـوا عَـلَـى الْـزَّيْـنِ
અલ્લાહ, યા અલ્લાહ!
તે સુંદર મુસ્તફા પર દરૂદ મોકલો
طَـاطَـا الْـقَـمَـرْلِأَحْـمَـد
وَانْـشَـقَّ نِـصْـفَـيْـنِـى
ચંદ્રએ અહમદની આજ્ઞા માની
અને બે ટુકડાઓમાં વિભાજિત થયો
أَبُـو بَـكْـرُ يَـا صِـدِّيـقْ
صَـاحِـبِ الْـنَّـبِـى وَرَفِـيـق
હે અબુ બક્ર, હે સિદ્દીક
નબીના સાથી અને પરમ સખા
بِرُوحُهْ فَدَاهْ فِي الضِّيقْ
مِـنْ لَـدْغَـةِ الْـنِّـيـنِـى
સંકટમાં પોતાની જાન ન્યોછાવર કરી
સાપના ડંખની પીડા વેઠીને
لَـمَّـا عُـمَـرْ أَسْـلَـم
فَـرِحَ الْـنَّـبِـى وَتَـبَـسَّـم
જ્યારે હઝરત ઉમર ઈમાન લાવ્યા
ત્યારે નબી હર્ષિત થયા અને સ્મિત કર્યું
تَـبَـاشَـرَ الْإِسْـلَام
بِـدُخُـولِـهْ فِـي الْـدِّيـنِـى
ઇસ્લામમાં આનંદની લહેર દોડી ગઈ
તેમના દીનમાં પ્રવેશવાને લીધે
عُـثْـمَـانُ يَـا عُـثْـمَـان
يَـا جَـامِـعَ الْـقُـرْءَان
ઉસ્માન, હે ઉસ્માન
હે કુરાન-એ-પાકને જમા કરનાર
صِـهْـرِ الْـنَّـبِـى الْـعَـدْنَـان
زَوَّجَـهُ بِـنْـتَـيْـنِـى
અદનાની નબીના માનવંતા જમાઈ
જેમણે પોતાની બે પુત્રીઓ તેમને પરણાવી
عَـلِـىُّ يَـا كَـرَّار
سَـيْـفُـكَ طَـوِيـل بَـتَّـار
અલી, હે કર્રાર (વીર યોદ્ધા)
તમારી તલવાર દીર્ઘ અને અણીદાર છે
يَـا هَـازِمَ الْـكُـفَّـار
قَـتَـلَ الْـمَـلَاعِـيـنِـى
હે કાફિરોને પરાસ્ત કરનાર
જેમણે શ્રાપિત શત્રુઓનો સંહાર કર્યો
جَـاتُـهْ الْـمُـرَبِّـيَـةْ
حَـلِـيـمَـةْ الْـسَّـعْـدِيَّـة
તેમની પાસે તે પાલનહાર દાઈ પધાર્યા
હલીમા સાદિયા
قَـالَـتْ وَهَـبُـوةْ لِـيَـا
يَـا رَبِّ هَـنِّـيـنِـى
તેણીએ કહ્યું, "આ બાળક મને સોંપી દો"
"હે માલિક, તેમના થકી મને સૌભાગ્ય આપો"
جَـالُـه الْـجَـمَـل جَـالُـه
يَـزْحَـف عَـلَـى عِـقَـالُـه
ઊંટ તેમની સન્મુખ આવ્યું
પોતાના બંધન સાથે ઘસડાતું
لَـمَّـا جَـالُـه جَـمَـالُـه
سَـلِّـم عَـلَـى الـزَّيْـنِـى
જ્યારે તેણે આપનું લાવણ્ય જોયું
ત્યારે તે સુંદર હસ્તી પર સલામ મોકલ્યા