لِغَيْرِ جَمَالِكُمْ نَظَرِي حَرَامُ
તમારા સૌંદર્ય સિવાય અન્ય પર મારી નજર હરામ છે.
Gu
لِغَيْرِ جَمَالِكُمْ نَظَرِي حَرَامُ
وَغَيْرُ كَلَامُكُمْ عِنْدِي كِلَامُ
તમારી સુંદરતા સિવાય મારું જોવું નિષિદ્ધ છે
અને તમારી વાણી સિવાયની બીજી કોઈ વાણી મારા માટે નથી
وَعُمْرُ الْنَّسْرِ مِنْكُمْ بَعْضُ يَوْمٍ
وَسَاعَةُ غَيْرِكُمْ عَامٌ فَعَامُ
તમારી સાથે ગીધનું દીર્ઘ આયુષ્ય એક દિવસ સમાન છે
અને તમારા વગરની એક ક્ષણ વર્ષો જેવી લાગે છે
وَصَبْرِي عَنْكُمُ شَيْءٌ مُحَالٌ
وَمَا لِي قَاتِلٌ إِلَّا الْفِطَامُ
તમારા વિરહમાં ધીરજ ધરવી અશક્ય છે
અને વિરહની વેદના સિવાય મારો કોઈ કાતિલ નથી
إِذَا عَايَنْتُكُمْ زَالَتْ هُمُومِيْ
وَإِنْ غِبْتُمْ دَنَا مِنِّيْ الْحِمَامُ
જ્યારે હું તમને નિહાળું છું ત્યારે મારી ચિંતાઓ મટી જાય છે
અને જો તમે ઓઝલ થાઓ તો મોત મારી સમીપ આવે છે
أَوَدُّ بِأَنْ أَكُونَ لَكُمْ جَلِيسًا
وَتُنْصَبَ لِي بِرَبْعِكُمُ خِيَامُ
મારી ઈચ્છા છે કે હું તમારી સેવામાં બેસનારો બનું
અને તમારા આંગણે જ મારા તંબુ તાણવામાં આવે
فَدَاوُوا بِالْوِصَالِ مَرِيضَ هَجْرٍ
يَهِيمُ بِكُمْ إِذَا سَجَعَ الْحَمَامُ
મિલન દ્વારા વિરહના આ રોગીનો ઉપચાર કરો
જે પક્ષીઓના ગુંજારવ સાથે તમારા પ્રેમમાં વિહ્વળ રહે છે
حَدِيثُ غَرَامِهِ فِيكُمْ قَدِيمٌ
وَمَلْبَسُهُ مِنَ الْحُبِّ الْسِّقَامُ
તમારા પ્રત્યેના તેના પ્રેમની ગાથા અતિ પ્રાચીન છે
અને પ્રેમની વ્યાધિ જ તેનો પોશાક બની ગઈ છે
فَأَنْتُمْ فِي الْأُصُولِ أَجَلُّ أَصْلٍ
إِذَا شِئْتُمْ تَحَصَّلَ لِي الْمَرَامُ
આપ સર્વ શ્રેષ્ઠ કુળમાં સર્વોચ્ચ મૂળ સમાન છો
જો આપ ચાહો તો મારી મનોકામના પૂર્ણ થઈ જાય
بِكُمْ صَعْبُ الْأُمُورِ يَعُودُ سَهْلًا
فَبِالْإِحْسَانِ جُودُوا يَا كِرَامُ
તમારા દ્વારા મુશ્કેલ કાર્યો પણ સરળ બની જાય છે
હે ઉદાર મહાનુભાવો, તમારી કૃપા વરસાવો
وَلَيْسَ سِوَاكُمُ لِلْجُودِ أَهْلًا
فَكَيْفَ نَزِيلُ سُوحِكُمُ يُضَامُ
ઉદારતા માટે તમારા સિવાય કોઈ પાત્ર નથી
તો તમારા આંગણે આવેલો મહેમાન કેવી રીતે પીડાય?